દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ શાસન (સુધારો) અધિનિયમ, 2021

★ ચર્ચામાં કેમ?

રાજધાની દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારવા માટે તાજેતરમાં જ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશનો શાસન (સુધારો) અધિનિયમ, 2021 લાગુ કરવામાં આવ્યો છે.


★ મુખ્ય મુદ્દાઓ

દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર શાસન (સુધારો) અધિનિયમ, 2021 ની મુખ્ય જોગવાઈઓ:

● આ એક્ટ 1991 એક્ટની કલમ 21, 24, 33 અને 44 માં સુધારો કરે છે.

● આ હેઠળ, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 'સરકાર' નો અર્થ લેફ્ટનન્ટ ગવર્નર હશે.

● દિલ્હીની વિધાનસભાને કાયદા બનાવવાનો અધિકાર છે તેવા કેસોમાં પણ આ અધિનિયમ લેફ્ટનન્ટ ગવર્નરને વિવેકાધિન સત્તા આપે છે.

● બિલ સુનિશ્ચિત કરે છે કે મંત્રી પરિષદ (અથવા દિલ્હી કેબિનેટ) દ્વારા લીધેલા કોઈપણ નિર્ણયને અમલમાં મૂકતા પહેલા લેફ્ટનન્ટ ગવર્નરને તેમનો અભિપ્રાય આપવાની યોગ્ય તક આપવામાં આવે.

● તે વિધાનસભા અથવા તેની સમિતિઓને દૈનિક વહીવટ સંબંધિત બાબતોને વધારવા અથવા વહીવટી નિર્ણયોના સંબંધમાં પૂછપરછ કરવા માટે નિયમો બનાવવાથી અટકાવે છે.


★ ટીકા/આલોચના:

● આ નવા સુધારાથી દિલ્હી સરકારની કાર્યક્ષમતાને અસર કરશે, કેમ કે હવે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ ઉપરાજ્યપાલની સલાહ લેવી ફરજિયાત રહેશે.

● નોંધપાત્ર વાત એ છે કે ઉપરાજ્યપાલ કોઈ ચોક્કસ સમયમર્યાદામાં રાજ્ય સરકારને પોતાનો અભિપ્રાય આપવા માટે બંધાયેલા નથી.  ટીકાકારો દલીલ કરે છે કે લેફ્ટનન્ટ ગવર્નર આ સત્તાનો ઉપયોગ સરકારના વહીવટી કાર્યોમાં અવરોધ માટે રાજકીય રીતે કરી શકે છે.

● તે સંઘવાદની ભાવના વિરુદ્ધ છે.


★ કેન્દ્ર સરકારનો પક્ષ :

● આ સુધારો સુપ્રીમ કોર્ટના જુલાઇ 2018 ના નિર્ણયની સાથે સુસંગત છે, જેમાં મુખ્યમંત્રી અને દિલ્હીના ઉપરાજ્યપાલની શક્તિઓને સ્પષ્ટ કરવામાં આવી છે.

● આ કાયદાનો હેતુ સાર્વજનિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનો અને રોજ-રોજના વહીવટને લગતી તકનીકી અસ્પષ્ટતાઓને દૂર કરવાનો છે.

● આનાથી દિલ્હીની વહીવટી કાર્યક્ષમતા વધશે અને કારોબારી અને ધારાસભા વચ્ચેના સારા સંબંધોની ખાતરી થશે.


★ પૃષ્ઠભૂમિ


દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન અધિનિયમ, 1991

● વર્ષ 1991 માં વિધાનસભા અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના મંત્રીપરિષદને લગતી બંધારણની જોગવાઈના પૂરક તરીકે તેનો અમલ 1991 માં કરવામાં આવ્યો હતો.

● આ અધિનિયમથી દિલ્હીમાં ચૂંટાયેલી સરકારની રચનાની પ્રક્રિયા સક્ષમ થઈ.

● સુપ્રીમ કોર્ટે આ પહેલા 1991ના કાયદાની પ્રશંસા કરી હતી કે બંધારણ (69મોં સુધારો) અધિનિયમ, 1991 નો અસલ ઉદ્દેશ લોકશાહી અને પ્રતિનિધિ સરકારની રચનાની ખાતરી છે, જેમાં સામાન્ય લોકોને સંબંધિત કાયદા અંગે પોતાનો અભિપ્રાય આપવો પડશે જો કે, આ સંપૂર્ણ પ્રક્રિયા બંધારણમાં નિર્ધારિત નિયમો કરતા વધારે હશે.


69મો સંશોધન અધિનિયમ, 1992

● આ સુધારા દ્વારા બંધારણમાં બે નવા અનુચ્છેદ 239AA અને 239AB ઉમેરવામાં આવ્યા હતા, જે અંતર્ગત દિલ્હીના કેન્દ્ર શાસિત પ્રદેશને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો.

● અનુચ્છેદ 239AA હેઠળ, કેન્દ્ર શાસિત દિલ્હીને 'રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી' બનાવવામાં આવ્યો હતો અને તેના પ્રશાશકને 'લેફ્ટનન્ટ ગવર્નર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

● દિલ્હી માટે વિધાનસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે પોલીસ, જમીન અને જાહેર વ્યવસ્થા ઉપરાંત રાજ્યની સૂચિ અને એકસમાન સૂચિના વિષયો પર કાયદા બનાવી શકે છે.

● તે દિલ્હી માટે મંત્રીપરિષદની પણ જોગવાઈ કરે છે, જેમાં મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના કુલ સભ્યોના 10% કરતા વધુ ન હોવી જોઈએ.

● અનુચ્છેદ 239AB અનુસાર, રાષ્ટ્રપતિ અનુચ્છેદ 239AA ની જોગવાઈ અથવા તેના અનુસંધાનમાં કરવામાં આવેલી કોઈપણ જોગવાઈના સંચાલનને સ્થગિત કરી શકે છે. આ જોગવાઈ અનુચ્છેદ 356 (રાષ્ટ્રપતિ શાસન) ની સમાન છે.


★ ટકરાવના મુખ્ય મુદ્દાઓ:

● પાટનગર દિલ્હીમાં સત્તાના વહેંચણીને લઈને મુખ્ય પ્રધાન અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે ઘણાં વર્ષોથી ટકરાવ રહેતો હતો.

● આ ટકરાવનું કેન્દ્ર એ હતું કે કોઈ પણ બાબતે લેફ્ટનન્ટ ગવર્નર અને મંત્રી પરિષદ વચ્ચે મતભેદ હોવાના મામલામાં,

લેફ્ટનન્ટ ગવર્નરે આ બાબત રાષ્ટ્રપતિને મોકલતા હતા અને પેન્ડિંગ મામલાની સ્થિતિમાં લેફ્ટનન્ટ ગવર્નરને તેમની મુનસફી પ્રમાણે, તે મામલે કાર્યવાહી કરવાનો અધિકાર હતો.


★ સુપ્રીમ કોર્ટનો નિર્ણય:

સુપ્રીમ કોર્ટે દિલ્હી વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા અને અન્ય (2018) ના દાવોમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે:

● સરકાર તેમના નિર્ણયો અંગે લેફ્ટનન્ટ ગવર્નરની સંમતિ લેવાની ફરજિયાત નથી.

● પ્રતિનિધિ સરકાર અને સહકારી સંઘવાદની બંધારણીય પ્રાધાન્યતાને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વચ્ચેના કોઈપણ મતભેદોનું સમાધાન કરવું જોઈએ.

● આ નિર્ણયથી લેફ્ટનન્ટ ગવર્નર માટે કોઈપણ બાબતો રાષ્ટ્રપતિને મોકલવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી.


માહિતી સ્ત્રોત : દૃષ્ટિ IAS ના હિન્દી લેખનો અનુવાદ (મૂળ સ્ત્રોત : ધ હિન્દુ)

Comments

Popular posts from this blog

આર્મેનિયન નરસંહાર

ભારતના ભૂકંપિય ક્ષેત્ર (સિસ્મિક ઝોન)

હનુમાનજી વિશે તથ્યો ટૂંકમાં