હનુમાનજી વિશે તથ્યો ટૂંકમાં


● 'બ્રહ્માંડ પુરાણ' અનુસાર હનુમાનજીના પાંચ ભાઈઓ મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધ્રતિમાન હતા

● પવનપુત્ર હનુમાન ભગવાન શિવનો અવતાર હતા. ભીમનો જન્મ પણ વાયુ દેવના આશિર્વાદથી થયો હોવાથી ભીમ અને હનુમાનજી બન્ને ભાઈઓ ગણાય છે.

● બ્રહ્મચારી હોવા છતાં હનુમાનજી એક પુત્રના પિતા હતા. તેનું નામ "મકરધ્વજ" હતું.

● સંસ્કૃતમાં 'હનુમાન' નો અર્થ 'વિકૃત જડબું' થાય છે, 'હનુ' નો અર્થ 'જડબું' અને 'માન' નો અર્થ 'વિકૃત' છે. હનુમાનજીનું નાનપણનું નામ 'મારુતિ' હતું. મારુતિએ ભગવાન સૂર્યને ફળ રૂપે ખાવું હતું તેથી ભગવાન ઇન્દ્રએ મારુતિ પર હુમલો કર્યો, જેનાથી તેના જડબું તૂટી ગયુ અને બેભાન થઈ ગયા ત્યારથી મારુતિ 'હનુમાન' તરીકે ઓળખાયા.

● માતા સીતાને સિંદૂર લગાવતા જોઇ હનુમાનજીએ પૂછ્યું, "તે શા માટે સિંદૂર લગાવે છે?" ત્યારે સીતાએ જવાબ આપ્યો કે, "શ્રીરામ તેમના પતિ હોવાથી હું તેમના લાંબા જીવનની કામના માટે સિંદૂર લગાવું છું." આમ સિંદૂર લગાવવાથી શ્રી રામની ઉંમર લાંબી થઈ શકે છે તેમ વિચારીને હનુમાનજીએ આખા શરીર પર સિંદૂર લગાવ્યું. સિંદૂરને 'બજરંગ' પણ કહેવામાં આવે છે, તે દિવસથી હનુમાનજી 'બજરંગબલી' કહેવાયા અને તેથી તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે.

Comments

Popular posts from this blog

રોબોટ્સ ની દુનિયા

અર્થતંત્ર ક્વિઝ 3

Border Road Organization - BRO (સરહદી રસ્તાઓનું સંગઠન)