ભારતમાં મુખ્ય ભૂસ્તરીય તબક્કાઓ

આર.એલ. સિંહે (1971) ભારતમાં નીચે મુજબના મુખ્ય ભૂસ્તરીય તબક્કાઓની ઓળખ સ્પષ્ટ કરી છે.


[1] પ્રથમ તબક્કાને અંતર્ગત પ્રિ - કેમ્બ્રિયન મહાકલ્પ દરમિયાન (600 મિલિયન વર્ષ પૂર્વે) ભૂ - કવચ ઠંડુ પડી નક્કર થયું હતું. જેમાં દ્વીપકલ્પીય ભારતના ક્ષેત્રમાં આર્કિયન ખડકોનું નિર્માણ થયું. 'અરવલ્લી - પર્વત નિર્માણ' આ સમયગાળાની મહત્ત્વની ઘટના રહી છે.


[2] દ્વિતીય તબક્કાને અંતર્ગત અગ્નિકૃત - ક્રિયા તથા અંતર્વેધન (intrusions) ની સાથે સાથે સાથે ધારવાડ - ક્રમના ખડકોનું નિર્માણ થયું અને તેમાં વલન (bending) પડવા લાગ્યા.


[3] તૃતીય તબક્કા દરમિયાન (500 મિલિયન વર્ષ પૂર્વે) “ચૂનાયુક્ત” અને રેતાળ ખડકોનું નિક્ષેપણ કડપ્પા (Cuddapah) તથા વિંધ્ય બેસીનોમાં થયું અને પ્રાચીન ભૂ - ખંડનો ઊંચકાવ થયો.


[4] ચતુર્થ તબક્કામાં (270 મિલિયન વર્ષ પૂર્વે), પર્મો - કાર્બોનીફેરસ હિમાચ્છાદાન થયું, જેનાથી ગર્તોમાં વ્યાપક સ્વરૂપે હિમ - જલીય નિક્ષેપ પથરાઈ ગયો. સમય જતાં એમાં સ્તરભંગ થવાથી ગૉડવાના - ખડકોનું નિર્માણ થયું. દેશનો લગભગ 95% કોલસો એમાંથી આજે ઉપલબ્ધ બન્યો છે.


[5] પાંચમા તબક્કા (200 મિલિયન વર્ષ પૂર્વે) દરમિયાન ગોંડવાનાલૅન્ડનું વિખંડન થયું અને દ્વીપકલ્પ ઉત્તર તરફ પ્રવાહિત થયો. તેનાથી વિંધ્ય શ્રેણીમાં પુનરુત્થાન અને પશ્ચિમઘાટનું નિર્માણ થયું.


[6] છઠ્ઠા તબક્કા (135 મિલિયન વર્ષ પૂર્વે) દરમિયાન એટલે કે ક્રિટેશિયસ કાળમાં થયેલી ફાટ - પ્રસ્ફોટનથી બહાર આવેલા લાવા થકી દખ્ખણના (ડેક્કન ટ્રેપ) ઉચ્ચપ્રદેશનું નિર્માણ થયું.


[7] સાતમા તબક્કા દરમિયાન ઈન્ડિયન પ્લેટનું એશિયાઈ પ્લેટ સાથેના ટકરાવને કારણે ટર્શ્યરી - પર્વત નિર્માણ ત્રણ તબક્કામાં અનુભવાયું, જેનાથી હિમાલયની ત્રણ સમાંતર પર્વતશ્રેણીઓનું નિર્માણ થયું. 

(a) ઑલિગોસીન (Oligocene) યુગમાં 25 થી 40 મિલિયન વર્ષ પૂર્વે હિમાદ્રિ અથવા મહા હિમાલય 

(b) મધ્યવર્તી માયોસીન (Mid - miocene) યુગમાં 14 મિલિયન વર્ષ પૂર્વે હિમાચલ અથવા લઘુ હિમાચલ 

(c) પ્લાયોસીન (Pliocene) પછીનાં 750 હજાર વર્ષ પૂર્વે શિવાલિક અથવા બાહ્ય હિમાલય. 

પ્રસ્તુત સમય દરમિયાન સિંધુ ગંગા ગર્તનું પણ નિર્માણ થયું. પ્લાયોસીન (અતિ નૂતન) હૉલોસીન (નૂતન) યુગ દરમિયાન સિંધુ - ગંગાના મેદાનનું નિર્માણ થયું. છેલ્લે , પ્લીસ્ટોસીન (Pleistocene) યુગ (અભિનૂતન કાળ) દરમિયાન અનેક ભૂસ્તરીય ઘટનાઓ જોવા મળી. દા.ત. રાજમહલ - ગારો અંતરાળ (gap) અથવા માદા અંતરાળ અધોવલન (down - warping), સિંધુ - ગંગા જળ વિભાજક (પોટવાર - ઉચ્ચપ્રદેશ) માં સંચલન, જેણે પ્રાચીન ઈન્ડો - બ્રહ્મ અપવાહ તંત્ર અથવા શિવાલિક નદી પ્રવાહ તંત્રને અલગ કરી દીધું અને ઉત્તરના વિશાળ કે બૃહદ મેદાનોના વર્તમાન અપવાહ - પ્રતિરૂપનું નિર્માણ કર્યું. તાપી - નર્મદા ગર્તોનું નિર્માણ અને પશ્ચિમીતટનું ઘસારણ પણ એ સમયગાળા દરમિયાન થયું હોવાનું જણાય છે.

માહીતી સ્ત્રોત - યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

Comments

Popular posts from this blog

રોબોટ્સ ની દુનિયા

અર્થતંત્ર ક્વિઝ 3

Border Road Organization - BRO (સરહદી રસ્તાઓનું સંગઠન)